Latest Entries »

કાશ .!!! બોલ્યો હોત તો ?

બધા ઘેરી વળ્યા એને ……
” ક્યારેક ખખડ્યો હોત તો ? ”
બારીએ સજળ આંખે બારણાના કાનમાં કહ્યું
” પણ કોઈ ટકોરો જ નથી પડ્યો વર્ષોથી , નહિતર હું તરત જ ખખડું તો ખરો જ ”
” સાચું , હું પણ કાટ માં સજ્જ્ડ જ છું  જો ને ” બારી એ સુર પુરાવ્યો
”  આવી શું ખબર ? નહિતર એકાદ પોપડું  તો હું પણ ખેરવત ને ”
બંનેની વાત  સાંભળતી દીવાલે  અફસોસ વ્યક્ત કર્યો
” એક-બે પોપડાથી ક્યાં હું પડી જવાની હતી ?”
“કાશ થોડા પાન બચ્યા હોત આ પાનખરમાં ? તો એને ખેરવીને પણ થોડો  અવાજ તો કરત ”
દીવાલને અડીને ઉભેલા સુક્કાભટ્ઠ ઝાડે પણ  દીવાલની માયુસીને આગળ વધારી
ત્યાં એની સુક્કી ડાળીએ માળામાં બેઠેલી ચકલી થી રહેવાયું
” મારા તો બચ્ચા ઉડી ગયા પછી મને તો ચહેકવાનું જ મન નથી થયું, .નહીતર હું તો ક્યાં મૂંગી જ રહું છું ક્યારેય ? ”
ટોળામાંથી ફળિયાના નપાણીયા કુવાએ પણ સુર પુરાવ્યો…
” પાણી જ નથી મારામાં નહિતર ગરગડી , માટલા ને પનીહારીઓના અવાજની ક્યાં તાણ હતી ?”
અફસોસ તો બધાને  હતો – અઢળક , દુખદ અને પારાવાર
પણ હવે શું ?
અવાજોની રાહ જોતો સુનો – એકલો – ઓરડો તો સ્વર્ગવાસી થઇ ગયેલો
ને એના પાર્થિવ એકાંત પાસે ટોળે વળેલાઓને એક જ અફસોસ હતો…… .
કાશ ……!!! બોલ્યો હોત તો ? થોડો અવાજ તો કરત જ ને ???

– અજય ઉપાધ્યાય ( ૮ એપ્રિલ ૧૫ )

Advertisements

કમાલ છે હજુયે હેપ્પી નયા સાલ કરો છો ? !!!!!

અમા યાર જબરું નાટક ને ધમાલ કરો છો
કમાલ છે હજુયે હેપ્પી નયા સાલ કરો છો ?

ટેક્સીઓમાં ખુલ્યા છે હવસ ના અડ્ડા
સ્કુલોમાં ખોદો છો કબ્રસ્તાનના ખડ્ડા
સતત અંકુશરેખાએ ગોળીબાર કરો છો
કમાલ છે હજુયે હેપ્પી નયા સાલ કરો છો ?

ધર્મ નહિ જાત ને બદલી શકો તો સાચ્ચા
સત્યમેવ જયતે આચરી બતાવો તો સાચ્ચા
ફિલ્મોના નામે શું સાવ ખિસ્સા જ ભરો છો ?
કમાલ છે હજુયે હેપ્પી નયા સાલ કરો છો ?

પેલો ઠંડીમાં ઠુંઠવાતો તરસે છે ધાબળાને
માં એ આજે’ય ભૂખ્યો સુવડાવ્યો છે બાબલાને
ને એ સડક પર ઉજવણીમાં ગુલતાન ફરો છો ?
કમાલ છે હજુયે હેપ્પી નયા સાલ કરો છો ?

હેપ્પી બોલીને નબળાઈઓને ઢાંક્યા જ કરશો ?
ખરે ટાકણે ખભ્ભા પર હાથ રાખતા’ય ડરશો ?
પારકી ઉમ્મીદો પર આખો ટેકવીને જીવો છો
કમાલ છે હજુયે હેપ્પી નયા સાલ કરો છો ?

અમા યાર જબરું નાટક ને ધમાલ કરો છો
કમાલ છે હજુયે હેપ્પી નયા સાલ કરો છો ?

– અજય ઉપાધ્યાય ( ૩૧/12/૨૦૧૪ )

…હતો ..!!!!

…હતો ..!!!!

પછીતે ચાર પગલામાં જવાબ છપાયેલો હતો
તોય સવાલ આખ્ખાયે ગામમાં ફેલાયો હતો ,
કેટલા’યે વરસે એમનેમ કાગળ પરત મળ્યો
અસ્વીકારનો જેના પર લાલઘુમ થપ્પો હતો ,
અજાણી થઈને ભરબજારે બે નજરો ફરી ગઈ
જેમાં ક્યારેક સપનાઓ જોવાનો ઈજારો હતો ,
શોધી શક્યા સગડ એના કુવાના કાંઠા સુધી
કદાચ તરસને તળિયા સાથે પ્રેમ પાક્કો હતો ,
યાદો લીલાશ થઈ ખંઢેર દીવાલે ઉગતી રહી
કેટલાયે સહવાસોનો એને પણ અહંગારો હતો ,
બીજું કરે શું બીચારું ઉછાળા મારવા સીવાય ?
વહેણની બન્ને  બાજુ જમાદાર જેવો કાંઠો હતો ,
પછીતે ચાર પગલામાં જવાબ છપાયેલો હતો
તોય સવાલ આખ્ખાયે ગામમાં ફેલાયો હતો !!

–  અજય ઉપાધ્યાય
11 .12. 2014

સંદુક સરકતા સમયની

કેટલી યાદો કોતરાઈ હશે દર્દીલી ઉધઈ થી
લાવ તપાસી જોવ સંદુક સરકતા સમયની
સરેઆમ એક જ કુટાયો આખાય મામલામાં
બાકી ભૂલમાં ભાગીદારી સરખી હતી બેઉની
બેય હાથોએ બરાબર જ ભીસ્યા હતા આંકડા
કેમ સળગી સાંગોપાંગ ખાલી એક જ તર્જની
એક ચાકડો , એક પાણી એક જ નીંભાડો હતો
લાગણીઓ બગડવામાં થઇ ભૂલ જુદી ધૂળની
ફૂલને ક્યાં નહોર છે તો કરી શકવાના સામનો
પણ મોંઘી પડી શકે  કરવી છેડખાની શુળની
હરેક જવાબોને શાહીમાં બોળીને લખતો રહ્યો
શોધી શકે તો શોધ બધા છે શેરોમાં ગઝલની
કેટલી યાદો કોતરાઈ હશે દર્દીલી ઉધઈ થી
લાવ તપાસી જોવ સંદુક સરકતા સમયની

– અજય ઉપાધ્યાય 

New Microsoft PowerPoint Document 2

પણ નીકળે…!!!!

એવું નહિ કે હર વખત કોરીકટ્ટ જ નીકળે
ઘણી આંખો શક્ય છે સજળ પણ નીકળે ,
આંગળીઓ ભલે હોય વસતી પાસપાસે
અંદરખાનેથી પરસ્પર કટ્ટર પણ નીકળે,
કોણ કોને ગળી જાય એ જ કહેવાય નહિ
પેટ માં માછલીની સમંદર પણ નીકળે
સજ્જડ વાસી બેસો આખા ખોરડાને તોયે
યાદો તો હવા થઇ આખા ઓરડામાં નીકળે
ક્યાં જરૂરી છે બોળવી  શાહીમાં કલમને ?
લાગણી તો સાવ કોરા કાગળે’ય નીકળે
ક્યારેક તો બેસજો પેલા વડલાની નીચે
નદી તોડી કાંઠો તમને મળવા’ય નીકળે
ચાંદને ના સંભળાવશો બેવફાઈની વાતો
બને રાત બીજી સાવ અંધિયાર જ નીકળે
એવું નહિ કે હર વખત કોરીકટ્ટ જ નીકળે
ઘણી આંખો શક્ય છે સજળ પણ નીકળે

– અજય ઉપાધ્યાય ( 15 /04/2014 )

જાત્રા ….. !!!!!

ટોચ પરથી એણે નજર ફેરવી ..
આટલી ઉંચાઈ પરથી દુર દુર સુધી પથરાયેલી હરિયાળી એને ઉજ્જડ લાગી …
એક ઊંડો શ્વાસ લઈને એણે પડતું મેલ્યું …
ખીણ તરફ …
પુરપાટ ….
સડસડાટ….
ઉતાવળી ચાલે ઉડતી એક વાદળી માથા પરથી પસાર થઇ
” અરે યાર , થોડી રાહ જોવી હતી ને ? કાયમી થોડો તાપ રહેત દોસ્ત …થોડા સમયમાં જ હું વરસત..!!
એણે કોઈ જવાબ નાં આપ્યો …
એ તો નીકળી પડેલો તળિયા તરફ ..મંજીલ તરફ ..
અચાનક એક તણખલું આંખ માં અથડાઈ ને કાન પાસે ફસાઈ ગયું …
” દોસ્ત .. પવન જ્યાં લઇ જાય ત્યાં ઉડયા કરીએ …મજા એમાં જ છે .મને જો ?.”
” જા ઉડ ”
કૈક ગુસ્સામાં એણે તણખલા ને ઉડાડી દીધું ..
બસ હવે તળિયું બહુ દુર નહોતું ….
ચી ચી કરતી ચકલી એની પાસેથી જ ઉડતી નીકળી
” સાંભળ મારા અવાજ ને …છે ને મીઠો ..? બધું કડવું નાં હોય ડીયર …આપ મધુર તો સૌ મધુર …સમજ તુ ”
એણે એક નજર ચકલી પર નાખી …
મધુર એટલે ? ..
એણે આખો વીચી દીધી …
ને
જયારે ખુલી ત્યારે …
ઘટાટોપ વડલા ની ઘેઘુર ડાળીઓ વચ્ચે ફસડાય પડેલો …
તણખલા ને ચાંચ માં લઈને બેઠેલી એ જ ચકલીનો આછો અવાજ કાને પડ્યો ….
” ચલ , બચી ગયો ….હવે કૈક શીખજે ઉપરથી નીચે પડવાની જાત્રામાંથી …”

– અજય ઉપાધ્યાય  ( ૧૧ એપ્રિલ ૨૦૧૪ )

…લાગે છે

…લાગે છે


પાંપણને આંસુઓ નો ભાર લાગે છે
ફરી સ્વપનાઓ માં ભંગાણ લાગે છે
રાત તારાઓ લઈ કેમ ભાગતી ફરે ?
નક્કી ચાંદનીમાં કઈક તાણ લાગે છે
લ્યો લાગણીને દિલથી તલાક થયા
બેવફા છે કોણ ? એ મોકાણ લાગે છે
વંટોળ ઘડી બે-ઘડીનો મહેમાન થયો
હવે રાત-દિવસ રોજ ભેકાર લાગે છે
નક્કી મંગળને રાહુથી થઇ દુશ્મની
બાકી કુંડળી તો હેતથી શ્રીકાર લાગે છે
ગુલમોહરને સુકાવાનું કારણ પૂછ્યું
કહ્યું યાદોના તડકાનો ત્રાસ લાગે છે
પાંપણને આંસુઓ નો ભાર લાગે છે
ફરી સ્વપનાઓ માં ભંગાણ લાગે છે


– અજય ઉપાધ્યાય

સર્જન ……!!!

બળબળતી બપોરે વગડે ઉડવાનું સુખ લઈએ
ચાલ ઉડાડીએ ચપટી ધૂળ અને વંટોળીયો સર્જીએ

શું કામ જોવો આડે પડખે વહેતો ઊંઘણશી દરિયો
કાઠે મારી લાત લહેરને અને ભરતી ઓટ સર્જીએ

પીજરાઓનો કરી ખડકલો ચકલા ચકલી પુરીએ
સાવ સુના ઓરડે ખળભળતો કલબલાટ સર્જીએ

સુંદર સ્પર્શની રાહ જોઇને થાક્યો બગીચો આખોય
ચાલ વગાડી જોડિયા પાવા ને સંગીત મીઠું સર્જીએ

એકલા એકલા ચાલવામાં રસ્તો પણ લાગે લાંબો
આવ પકડીએ હાથ અજાણ્યો ને સથવારો સર્જીએ

બળબળતી બપોરે વગડે ઉડવાનું સુખ લઈએ
ચાલ ઉડાડીએ ચપટી ધૂળ અને વંટોળીયો સર્જીએ

– અજય ઉપાધ્યાય

થઇ જશે…!!

માંડી શકે અંદાજ જો મિજાંગરાના અવાજનો
આગંતુક ની આપોઆપ ઓળખાણ  થઇ જશે
વારંવાર કહેશો છતાંયે ગામ નહિ જ સળવળે
તમે કરશો કબુલ કે તરત શરુ ચકચાર થઇ જશે
ભરબજારે કોઈક ખૂણે  થશે મળવાનું આપણું
જોતજોતામાં આંખો કેટલીય ચચ્ચાર થઇ જશે
સાવ નાની વાતને જો કોઈ કાન માંડી સાંભળે
ને કાને કાને ફરતા બમણો વિસ્તાર થઇ જશે
જપતા રહ્યા એકશ્વાસે આખું આયખું નામ એનું
કહેતા હતા કે એક દિવસ તુય કિરતાર થઇ જશે
માંડી શકે અંદાજ જો મિજાંગરાના અવાજનો
આગંતુક ની આપોઆપ ઓળખાણ  થઇ જશે

– અજય ઉપાધ્યાય

રહેવા દે

રહેવા દે…..

શોધી શકે તળિયેથી તો કર રત્નો શોધવું ચાલુ
હું ઉલેચી નાખું સમુંદર ને એવી વાત રહેવા દે

લખાય છે તે માણી લે , અવલોકનોમાં ના પડ
કઈ સમજાય તો સમજ ,ગઝલનું જ્ઞાન રહેવા દે

જેણે લખ્યા હશે એને શબ્દો નું ભાન હશે બેશક
તને સંભળાય જ નહિ એવા કાચા કાન રહેવા દે

હજુ ફડક લાગતી હોય ફરી પડવાની તુજને તો
તળેટીમાં વસી જા ભાઈ તું ટોચે ચડવું રહેવા દે

કાતિલ લાગે જો તુજને તો એ તકલીફ છે તારી
ચાંદ છે ને ચમકશે જ તું રાત નીરખવી રહેવા દે

અદેખાઈ આંઝીશ તો આંખ લ્હાય થઈને બળશે
તારી ખોલી શકે તો ખોલ બીજાની બંધ રહેવા દે

શોધી શકે તળિયેથી તો કર રત્નો શોધવું ચાલુ
હું ઉલેચી નાખું સમુંદર ને એવી વાત રહેવા દે

– અજય ઉપાધ્યાય

આ સમય છે વત્સ !

બતાવશે , રમાડશે ને ખબર વગર ઝુંટાવશે
આ સમય છે વત્સ ! તને આમ જ ઓગાળશે
બને મીઠા ઘૂઘરા ઘડી બે-ઘડી એ ખખડાવશે
પણ અંતે તો એ અફાટ મૌનમાં જ સુવડાવશે
મિલનના મોતીએ શોભતો તું જેને મુગટ ગણે
કલગી વિરહની એકાદી ચોક્કસ એ લગાવશે
સમજ નહિ સીધા છે તો સડસડાટ ઉતરી જશે
કોઈક લીસ્સા પગથિયેથી એ તને લપસાવશે
યાદ રાખ ઉછળે  એના રગેરગમાં કમબખ્તી
દોસ્તી કરશે એક હાથે ને બીજા હાથે હુલાવશે
ખબર છે તને કે તું ગુલામ એનો  જ રહેવાનો
તો વત્સ છોડ એ ચિંતા કે મરાવશે કે જીવાડશે
બતાવશે , રમાડશે ને ખબર વગર ઝુંટાવશે
આ સમય છે વત્સ ! તને આમ જ ઓગાળશે

–   અજય ઉપાધ્યાય    

જાણીતો ચહેરો….!!!

કઈ કેટલાય મુખવટાઓં અજમાવી જોયા મેં
અંતે મને મારો જ ચેહરો બંધબેસતો નીકળ્યો
બરાબર ને હરકદમ પર સાથે જ રહ્યો ઉમ્રભર
છેક સુધી હમસફર મારો જ પડછાયો નીકળ્યો
રસ્તો રોજ વળાંકો ને સવાલ એ જ પૂછતો ફરે
લાગતો  હતો મુસાફર કેમ વણજારો નીકળ્યો ?
તું આવીશ કે તું જ આવીશ વાત હતી એટલી
તૂટી ગયેલા સબંધોનો આ સરવાળો નીકળ્યો
સહારા વચ્ચે એની સમાધીનું છે કારણ એટલું
હતો મૃગજળ ઘડો સાથે એ સાવ કોરો નીકળ્યો
સજા મોતની સંભળાવી એને બનાવટી બજારે
ચહેરો  હરેક જાણીતો  પથ્થર મારતો નીકળ્યો
કઈ કેટલાય મુખવટાઓં અજમાવી જોયા મેં
અંતે મને મારો જ ચેહરો બંધબેસતો નીકળ્યો

– અજય ઉપાધ્યાય

 

હું મળીશ !!!!

સમજણ જો ટુંકી પડે , સંભાળજે – હું મળીશ
રસ્તે જો ગુચવાય તો , શોધાવજે – હું મળીશ
ઉતરે શાંત સમજીને છતાં કદાચ એવું બને
અચાનક તણાય જો , ચિત્કારજે – હું મળીશ
કદી નમતું કદીક ઉચું ત્રાજવું છે આ જિંદગી
ખોટ અણધારી આવે ,પોકારજે  – હું મળીશ
કેમ જાણશે ભેદ તું અમાસનો કે ઉજાસ નો ?
નીરખજે આકાશે જરા ,શુક્ર થઈને – હું મળીશ
છેક સુધી કોઈ સાથ દેશે એ ભ્રમ નહિ તો શું ?
પડછાયો  હશે જ સાથે , ઢંઢોળજે  – હું મળીશ
ખૂટે સહારામાં મૃગજળ ને  તડપે જો તરસથી
થોર દાંડલિયો દેખાય, ખોદાવજે – હું મળીશ
સમજણ જો ટુંકી પડે , સંભાળજે – હું મળીશ
રસ્તે જો ગુચવાય તો , શોધાવજે – હું મળીશ
– અજય ઉપાધ્યાય

फिर आ गया लौट के सावन ….!!!!!

अच्छा लगा तू वापिस आया तो …..
लेकिन ….सुन ….
तेरे आने से कितना अस्त-व्यस्त हो गया वो पत्ता है तुजे ?
फिर से मुजे छत पे सुख रही यादो को सिमटने दौड़ना पड़ा ( भीग ना जाए बेचारी ? )
फिर से देर तक रिमजिम गिरती बूंदों में कोई भिगता दिखाई देने लगा  ….( और कौन ..? )
फिर से अनजाने में ही सूखे बालो को तौलिये में लिपट लिया ….
फिर से तुज से घभराकर एक चिड़िया घर में आ गई ….( और हम दोनों  देखते रहे ….मै तुजे और वह अपने घोंसले  को  )
फिर से लगा की  आंगन से किसी ने ‘ दो गरम चाय ‘ की आवाज़ दी हो …..( और एक प्लेट पकोड़े भी …)
फिर से अलमारी में रख्खे कपड़ो के निचे से डायरी निकालनी पड़ी …..( कमबख्त वह तो वैसे भी भीगी होती है )
फिर से आखो से निकले पानी ने तेरे पानी में मिलकर आँगन में बाढ़ ला दी ….
फिर से पूरा दिन ऐसी ही बिता ….बैठे बैठे ….तुजे बरसता देखने में
फिर से खुल्ली खिड़की पे हाथो को तकिया बनाकर रात गुजारनी पड़ी …( नींद कहा आती है ऐसे में …? )
देखा तूने …..? कितना अस्त-व्यस्त हो गया सब कुछ …..
लेकिन ….फिर भी …
अच्छा लगा तू वापिस आया तो …..
मुजे लगा तू अब वापिस नहीं आएगा … उसकी तरह …
एक बात बता …?
तू अकेला क्यों आया ?
क्यों नहीं लाया उसको भी साथ में ?
जिसे तू पिछली बार ले गया था अपने साथ ….
बता ना ….. बोल ना …..

– अजय उपाध्याय

Image

……પુનરાગમન !!

મૌનમાંથી ઉગવાનું શબ્દ એ માંડ સાહસ  કર્યું
ને  કલબલાટે ચારે દિશાઓ થી આક્રમણ કર્યું
હજુ તો હોઠમાં થી ખરવાના બાકી હતા શબ્દો
ત્યાં તો  હરખુડી આંખે રંગીન ચિતરામણ કર્યું
ક્યાં ટાઈમ જ મળ્યો કે ઈસ્ત્રી કરું અરમાનો ને
જીવતરને કરચલીઓથી એટલે તરબતર કર્યું
સાવ કટકેકટકા થઈ નકામી પડેલી હથેળીમાં
આજરોજ સ્વહસ્તે હસ્તરેખાઓનું વિસર્જન કર્યું
એકસામટી લેવાશે તો કદાચ જીવલેણ’ય બને
કટકે-કટકે , હળવે-હળવે યાદોનું આચમન કર્યું
થયું હજુ કોઈક બાકી હશે લગાડવાને તહોમતો
એજ એકમાત્ર હેતુથી સભામાં પુનરાગમન કર્યું
મૌનમાંથી ઉગવાનું શબ્દ એ માંડ સાહસ  કર્યું
ને  કલબલાટે ચારે દિશાઓથી આક્રમણ કર્યું

– અજય ઉપાધ્યાય

થઇ ગઈ

થઇ ગઈ…!!!

અધુરી અધુરી વાત થઇ ગઈ
ઉભડક એક મુલાકાત થઇ ગઈ
સમજણ હવામાનની પડે ત્યાં
હવા ખુદ ઝંઝાવાત થઇ ગઈ
સઘળા કારણ વાંચવાનું છોડી
આંખોમાં જ બગાવત થઇ ગઈ
સવારે ટોડલેગયું કોઈ ચહેકી
ત્યાં યાદોની બરસાત થઇ ગઈ
હોઠ ખૂલવાનું હજુ તો  વિચારે
ને શબ્દોની હડતાલ થઇ ગઈ
બહુ ગમતીલી નજરો ફરી ગઈ
લો દર્દથી ઓળખાણ થઇ ગઈ
અધુરી અધુરી વાત થઇ ગઈ
ઉભડક એક મુલાકાત થઇ ગઈ

– અજય ઉપાધ્યાય

फ़िक्र ….

फ़िक्र ….

कभी करनी पड़ी जो दोस्ती सन्नाटो से
तभी पहेचानेगा अहेमियत आवाज़ोकी
बागबान बननेका बड़ा शौक है तुजको
पहेले सिख जांकना आखोमे गुलाबोकी
पता है ?क्यों तुजे गिनते है गंवार सभी
कभी पढ़ भी ले जो है बाहर किताबोकी
और सुन , अच्छा है चाँद से बाते करना
मगर कभी सुन भी ले बाते दिवारोकी
वजह ये भी है ख्वाबो से दिल लगानेकी
जागता तो घेर लेती है लाशें खलिशोकी
कैसे बताता कोई तुजे राज़ उल्फतो के
पूछ बैठा जिसको तु बीच मे बाजारोकी
दिल है तो धडकना  बेशक लाज़मी तो है
क्यों फ़िक्र करता है जवाबोकी सवालोकी

– अजय उपाध्याय

…કરચ !!

…કરચ  !!

ફરી સાંજે કદમ વળ્યા તારી ગલી માં
યાદો કરચ થઇ ને  અણીયાણી વાગી
સંભળાઈ ઓટલેથી ટોળાની ઘુસપુસ
વસ્તી વધી ગઈ આજકાલ પાગલોની
બારણે તાળાનો હજુ એ જ ઇન્તેઝાર
ક્યારેક  પરત ફરશે ખોવાયેલ ચાવી
જાળી પાછળથી કોઈ અપલક તાકતી
આભાસી નજરો કઈક જાણીતી લાગી
પાંપણો ભીજાણી કોતરેલા બે નામો થી
પછી આખ્ખી પછીત છાતીએ ચાંપી
કર્યો ઠુંઠા મોગરાએ કાનમાં ગણગણાટ
દોસ્ત આવવામાં વાર બહુ તે લગાડી
ફરી સાંજે કદમ વળ્યા તારી ગલી માં
યાદો કરચ થઇ ને  અણીયાણી વાગી
–   અજય ઉપાધ્યાય 

જીવતરનું પહેરણ …..!!!

દોરીએ ઉતારી ને હાથમાં લીધો ..હમમમ … સુકાઈ ગયો લાગે છે હવે ..લાગે તો છે …
સુકાય જ ને …કેટલો ભયંકર તાપ હતો ….અગ્નિવર્ષા જ જાણે ..
બે હાથ થી પહોળું કરી નીરખવા લાગ્યો ..હમમમ …..almost cleaned ….
અરે ….આ ખિસ્સા પાસે નો ડાઘ ? ..ના ગયો ..પાક્કો લાલ કલર ….એમ કેમ જાય ?
હા એ હ્રદય ની લગોલગ વાળું ખિસ્સું જ …..કેટલો ઘસેલો ….હજુ યાદ છે બંને આંખ દુખી ગયેલી ..
ને આ બાંય હવે બહુ જીર્ણ થઇ ગઈ છે ….કોણ જાણે કેટલા ને મદદ કરવા દોડી હશે …
હવે ફાટશે ….વધુ નહિ ટકે ……. 😦
જીર્ણશીર્ણ બાંય ની ખુલી ગયેલી સીલાઈમાં એને કેટલાય ચહેરાઓ હસતા જતા જોવા મળ્યા …બાય-બાય કરતા જ તો
ને કોલર પણ ચીમળાય ગયો છે ….flexible ખરો ને …
ગમે એના ગાળિયા માં ફીટ થવા તત્પર ….એનું પરિણામ
ઉલટાવ્યો …..
પીઠ પર ના વિવિધ માપના કાણાઓ ને જોતા એને યાદ આવી ખંજરબાજી …
હમમમ …
એક એક ચહેરા યાદ હતા …कुछ अपने थे ….कुछ पराये ….कुछ जाने …कुछ अनजाने ..
હસી પડાયું એનાથી ..
થોડા ધબ્બા ની નિશાન પણ છે …બેશક આછા છે ….પણ છે તો ખરા જ …..ભલે રહ્યા …
કરચલીઓ પર હાથ ફેરવતો રહ્યો ….જાણે કોઈ દાંડલિયો થોર …सिलवटे थी या कांटे ?
ફેકી દઉં ? ઘા કરી દઉં ?
ના ….. ના ….. હજુ ઘણી જગ્યા બચી છે …..
ડાઘ માટે ….ખંજરો માટે ….
ધબ્બા માટે ….કાણાઓ માટે …
ગાળિયા માટે ….કરચલીઓ માટે …
એ હસ્યો ….. 🙂
બેય હાથ ને ફટ કરતાંક ને બાંય માં પરોવીને એણે પહેરી લીધું …..
…….. ” જીવતરનું પહેરણ “…..
ને નીકળી પડ્યો ….નવા ડાઘ …ખંજર …કરચલી ….ધબ્બા ને આવકારવા ….!!!!!!! 🙂

– અજય ઉપાધ્યાય

તો જો

તો જો…..!!

ભીતે અરીસા ઓ ઉગાડી તો જો
ચહેરાઓ ને પણ ચકાસી તો જો
કંકાવટી માં ઊંડે ડુબાડી ડુબાડી
દસે દસ ટેરવાને દઝાડી તો જો
પગલા ના ભારે રસ્તો  જો  હાંફે
સફર કોઈ વળાંકે ટુંકાવી તો જો
ફળ જવાબોના ક્યારેક તો લાગે
સવાલો ને સતત ઉગાડી તો જો
હશે વસંત’ય વિષય અટકળનો
બારસાખે તોરણ ટીંગાડી તો જો
સોનાનું છતાં રોજ તોડીને નાસે
પિંજરામાં કદીક પંપાળી તો જો
ખોદેલો મળે કોઈ તારો જ ખાડો
તળીયે સમાધિ લગાવી તો જો
ભીતે અરીસાઓ ઉગાડી તો જો
ચહેરાઓને પણ ચકાસી તો જો

– અજય ઉપાધ્યાય

કોરા કાગળમાં’ય સઘળું વંચાય છે

કશાકથી કશુક હોવાનું હજુયે અનુભવાય છે
ક્યારનું જીગરમાં કોઈક જબરદસ્ત મુંજાઈ છે
પડેલો છે વર્ષોથી દુકાળ છપ્પનીયો હથેળીમાં
ને ઢગલોક હસ્તરેખા રોજ એમનેમ સુકાય છે
ક્યાં છે બહુ અઘરું સપનાનું અડાબીડ ઊગવું
તકલીફ છે કે પાંપણે રોજ વરસાદ ખેચાય છે
સમજી ગયો જોઇને પરબીડિયા પર બે ચુંબન
તે બીડેલા કોરા કાગળમાં’ય સઘળું વંચાય છે
અગાસીએ પગ મુક્તાક રોજ ચાંદની કહી બેસે
તારો યાદોનો થેલો હજુયે ચાંદ પર ટીગાય છે
ખબર છે એ ખડકી – બારી સદાય માટે બંધ છે
છતાં રોજ સાંજે હજુયે એ જ મહોલ્લે જવાય  છે
કશાકથી કશુક હોવાનું હજુયે અનુભવાય છે
ક્યારનું જીગરમાં કોઈક જબરદસ્ત મુંજાઈ છે

– અજય ઉપાધ્યાય

થઇ હશે …

થઇ હશે …

હતી મજબુત બહુ છતાયે બચી શકી ક્યાં ચુવાકથી ?
નક્કી સેકડો તિરાડની અંદરખાને શરૂઆત થઇ હશે
કોણ ક્યારે આવી ચડે જિંદગીભર ની તરસ લઈને
કદાચ એટલે જ પરબની મારાથી મરામત થઇ હશે
ઘણા ચહેરા છતાં અટકી એક પર મહેફિલમાં નજર
એજ કારણ થી ગઝલ માં દર્દની રજૂઆત થઇ હશે
છોડી નીકળ્યો વાદળા ઓ સાવ સિધ્ધાં જવાબો ના
ભરસભા એ પછી થી સવાલો ની બરસાત થઇ હશે
રસ્તા હતા સાવ સીધા તોય અટવાયું એ ચોક્કસ છે
બને તમે ચીતરેલા નકશામાં કઈક કરામત થઇ હશે
ચાંદ તારા સંકેલી કેમ રાત અચાનક ચાલી નીકળી
નક્કી ફરી કોઈ આખેથી સપનાની હિજરત થઇ હશે
હતી મજબુત બહુ છતાયે બચી શકી ક્યાં ચુવાકથી ?
નક્કી સેકડો તિરાડની અંદરખાને શરૂઆત થઇ હશે
– અજય ઉપાધ્યાય 

સ્વગત

 સ્વગત

ભીની આંખે થતું કઈક અસ્ત અસ્ત છે
નક્કી ફેફસાં’ય શ્વાસથી ત્રસ્ત ત્રસ્ત છે
હોઠ પર  વ્યવસ્થિત સ્મિત રમતું ભલે
અંદર બધું આમ તેમ  અસ્તવ્યસ્ત છે
કારણ ચહેરે ઉદાસીના ઉઠમણાનું એ
પાંપણે સપનાનું થવું રોજ ધ્વસ્ત  છે
જો જીગર પર કાન  તમે ટેકવી શકો
તો સંભળાશે જે વાતચીત સ્વગત છે
આજ દગાબાજો ની એક યાદી મળી
નીકળ્યા એ નામ જે સાવ અંગત છે
રાત આખી અંગુઠો  જેને ખોતર્યા કરે
હવે રેતી એ નામથી’ય  અવગત છે
નથી કરી જાહેર એને ઉદારી સમજ
બાકી યાદી વાયદાની હસ્તગત છે
ભીની આંખે થતું કઈક અસ્ત અસ્ત છે
નક્કી ફેફસાં’ય શ્વાસથી ત્રસ્ત ત્રસ્ત છે

– અજય ઉપાધ્યાય

ક્યારેક ” ખુલ્યો ” હોત તો………!!!!!!

સવાર સંવાર માં ધડામ કરતો આવાજ આવ્યો ….
દીવાલે જોયું તો એનો પાડોશી દરવાજો પડી ગયેલો ….
આખો ચડી ગયેલી …
લગભગ બેભાન જેવો જ
દીવાલે ગભરાઈ ને પાડોશી બારી ને બુમ મારી …
બારી દોડાદોડ આવી ..
બારીની નીચે રહેતી સુકા પાંદડા વાળી ડાળીએ નાડી ચેક કરી માથું ધુણાવ્યું…
ભૂખરા પોપડા એ પણ પાણી છાંટી જોયું ….કોઈ સળવળાટ ના થયો
ખંઢેર મકાન માં હાહાકાર મચી ગયો……..
વર્ષોથી દરવાજા ની ઉપર લાગેલા સુકા તોરણે એમ્બ્યુલન્સ બોલાવી
દવાખાનાએ પહોચે એ પહેલા જ ચોગાનમાં જ દરવાજાએ છેલ્લા શ્વાસ લીધા
પોસ્ટ મોર્ટમ રીપોર્ટ માં મોતનું કારણ લખેલું :
‘ ટકોરા ‘ ની કમી ને કારણે અવસાન …..!!!!!
સ્મશાનયાત્રા માં બધાને મોઢે એક જ વાત હતી ….
..
..
..
” આખી જિંદગી બંધ જ રહ્યો …ક્યારેક ” ખુલ્યો ” હોત તો જીવી જાત બિચારો ….”

– અજય

” वेन्टीलेटर …” !!!

दरवाजे के निचे से इक लिफाफा अन्दर आया ..
इक वोही तो था जो अन्दर आता था बरसो से …
उसने अपनी निस्तेज आखे उस तरफ की …
बड़ी मुस्किल से वह चारपाई से निचे उतरा
कापते हाथो से लिफाफे को खोला
अंदर से एक कागज़ निकला ..
और कागज में से फिसलकर निचे गिरा ..
एक सुखा गुलाब …
अपनी बचीकुची खुसबू लेकर ….
जानी पहेचानी लगी वोह खुसबू …और जाना पहेचाना था वोह गुलाब भी …
लिखा था …
” मै तो नहीं आ शकती …कुछ साँसे भेज रही हु ..तुम्हे काम आएगी …मुझे याद करने में ”
उसके चहेरे पे मुस्कान आ गई …हल्की सी
उसने गुलाब को चूमा … लगा ” ओक्शिज्न मास्क ” लगाया किसी ने …..
कागज को सिने से लगाया … मानो ‘ वेन्टीलेटर ‘ हो ….
और लेट गया फिर से
दुसरे कागज के आने तक ….!!!

– अजय

થઇ જશે….

થઇ જશે….

મુઠ્ઠી એક ઝંઝાવાત શ્વાસમાં છે સંઘર્યો
ભૂલથી જો છૂટશે તો ચક્રવાત થઇ જશે
આગ્રહ ના કરીશ વારંવાર ઈબાદતનો
દુઆ થશે કુબૂલ તો કયામત થઇ જશે
સમજ બહુ જોખમી છે તાળાનું  તોડવું
ખુલી જશે સંદુક તો ચકચાર થઇ જશે
એ છે બંધ તો રાઝ બધા દફન જ રહેશે
જો ઉઠશે પલક તો વજ્રાઘાત થઇ જશે
સુકાયેલા કાંટાઓની છેડખાની ના કર
ભૂલથી વાગશે તો રક્તપાત  થઇ જશે
બંધ મુઠ્ઠીમાં સાચવ્યા છે કૈક સરનામાં
ખુલશે તો કૈક ચહેરા બેનકાબ થઇ જશે
રહેવા દે ઉભા કરવા મડદા સવાલોના
જવાબો સાંભળી સભા સ્મશાન થઇ જશે
મુઠ્ઠી એક ઝંઝાવાત શ્વાસમાં છે સંઘર્યો
ભૂલથી જો છૂટશે તો ચક્રવાત થઇ જશે

– અજય ઉપાધ્યાય

….એ બધું ઠીક્ છે !!!!!

આખી રમત રમાવાની છે બે આંખની  અકળામણ પર
બાકી તીર-બીર ને જખમ – બખમ એ તો બધું  ઠીક છે !
આખો વીચી ઝંપલાવીશ તોય ક્યાંક તો ફેકશે જ દરિયો
બાકી મોજા-બોજા ને હલેસા-બલેસા એ તો બધું ઠીક છે !
મૂળ વાત છે પાનખરથી એકાદ લીલું પાન બચાવવાની
બાકી વંટોળ-બંટોળ ને વસંત-બસંત એ તો બધું ઠીક્ છે !
સાચો જવાબ જો  હોય મેળવવો તો મોઢા-મોઢ પૂછી લેવું
બાકી કાસદ-બાસદ ને ટપાલ-બપાલ એ તો બધું ઠીક છે !
ખબર રાખવી કે જેમ તેમ તોય જીવવાનું છે એ ચોક્કસ
તો પછી  આંસુ-બાસુ  ને ઠોકર-બોકર એ તો બધું ઠીક છે !
દિલથી સીધી  શબ્દો થઇ ને અવતરે એ જ સાચી ગઝલ
બાકી રદીફ-બદીફ ને કાફિયા-બાફીયા એ તો બધું ઠીક છે !

– અજય ઉપાધ્યાય 5th march 2013

….શું છે ?

શું છે ?

ઝંઝ્વાટના ખીલ્લે અજાણ્યા તડફડાટથી ભડકતું
છેક અંદર અંદર ઉછળતું ખળભળતું આ શું છે ?
ઝાંઝવા જેવું આયખું લઈને સહરા સહરા ફરતું
તરસ્યા હોઠે નીતરતું આ મૃગજળ જેવું શું છે ?
દૂઝણા ઝખમ સંતાડી પગ થી માથા સુધી ખેચી
ચાદર અંદર સંકોચાતું એક જીવતર જેવું શું છે ?
વાયરાની વાટુ જોતું કેટલી સદીઓથી ખોડાયેલું
હાથ જોડી મંદિર પર કરગરતું ધજા જેવું શું છે ?
વિધાતાને પુછવા કરતા લાવ હસ્તરેખાને વાચું
હથેળી વચ્ચે ગુચવાયેલી આ લીટીઓ જેવું શું છે ?
ઝંઝ્વાટના ખીલ્લે અજાણ્યા તડફડાટથી ભડકતું
છેક અંદર અંદર ઉછળતું ખળભળતું આ શું છે ?

– અજય ઉપાધ્યાય

Source: અસહિષ્ણુતા અને …..!!!!!