ચાંદની રાતે ……
લહેરાતા સમુંદરની ચમકીલી રેત પર
અનહદ મહેરામણ વચે
મારા ઉઘાડા પગ ના
અંગુઠા થી રેતી માં એક નામ લખતો ‘તો
નજર નાખી આકાશમાં
એક તારો તૂટી રહ્યો તો ..
જાણે મારા માટે જ તુટતો ‘તો …
મેં આસ-પાસ જોયું ..
સૌ મશગુલ …મને એક ને’જ ખબર..
ઘડીભર લલચાયો…
( તુટતા તારાનું મહત્વ તે’જ તો સમજાવેલું )
તારો કેમ ધીમી ગતિએ તુટતો’તો…?
લાગ્યું મારા કૈક બોલવાની રાહ જોય રહ્યો છે….
બોલવાની કે માંગવાની ??
લાગ્યું એ થોભી ગયો છે…તુટતા તુટતા..
અરે હા એમાય કોઈક ની બે આંખો દેખાણી મને…
કોણ હશે ?…કોઈ જાણીતું ?…
ચોક્કસ ….તો જ મને એક ને દેખાય ને ?….
એ આંખો હજુ ત્યાં જ હતી..સ્થિર…
મારા બોલવા ની રાહ જોતી..કે પછી મારા માંગવાની …
કૈક અંદરથી ધુન્ધ્વાયું …અકળાયું…અફળાયું…ઊંચકાયું …
દરિયા ની ઠડી હવા ને છેક સુધી ભરી ને મારાથી ચીસ પડી ગઈ..
તૂટી જા …..ફૂટી જા….મારે કઈ નથી માંગવું જા………
કેવો બદનસીબ તારો નૈ ????
બિચારો સજલ આંખોએ ચુપચાપ તૂટી ગયો ..
ને …હું પાછો માંડ્યો અંગુઠાથી એક નામ લખવા ..ચમકીલી રેત પર…

- Ajay 15th December 2011 12:30PM

Advertisement