અટપટાં રસ્તાઓ પર હાથ ઝાલીને,
તમને પાર પહોંચાડ્યાનું યાદ રહેશે…?


બેરંગી તમારા ગુલ-ગુલશનમાં,
કોઇએ દીધુ’તું એક ફુલ યાદ રહેશે…?


વફાદારોની વફા તો ભુલી જ જવાના,
ખાવ કસમ, એ ચહેરો યાદ રહેશે…?


દોડતાં ગયા’તા જે મખમલી રસ્તે,
કચડાતા ચીત્કારો યાદ રહેશે…?


યાદ કરો ઊંડા વમળમાં કેવાં ફસાયેલાં,
લંબાવ્યો તો જે હાથ તે યાદ રહેશે…?


ભલે કરો નૈત્રમૈત્રી મન પડે ત્યાં,
બંધ આંખોમા ઉછળતો પ્યાર યાદ રહેશે…?

Advertisement