Latest Entries »

ને હું બેવફા નીકળું …:)))

આ વખતે એક અજબ ખ્વાહીશ જાગી છે દોસ્તો
કે કોઈ ગજબથી ચાહે મને , ને હું બેવફા નીકળું ….
ડોળ ચોક્કસ   કરું ચાલવાનો હરપળ સાથે ને સાથે
મળે મોકો કે તુરંત સાંકડી પગદંડીથી પાછો વળું…..
મજા આવશે માણવાની તમારા આંસુ ,આહ ને નિસાસા
તમે ક્યાં જોઈ શકવાના  પીઠ પાછળથી મારું હાસ્ય-ઝરણું ?
હતા જયારે નજરો ની સામે હરવખત ત્યારે ના જોયું ..
તો હવે થાકો ફેરવી ફેરવી ને નજર તોયે જોવા ના મળું
સાલ્લુ  હર વખત અમારે જ ગણવાની રાતો,  ચાંદ ને તારાઓ
ગણો તમે આ વખત ને કરો ચાંદની રાતો માં ભીની પાંપણુ

- Ajay Upadhyay 29 Dec 2011 11:13AM

 

જો મારી જુદાઈ નો ગમ નથી તને …
તો ખામોશ રાતો માં જાગવાનું છોડ તું ..
મંજિલ એક…સથવારો એક..રસ્તો એક…
તો વારંવાર અટકી અટકી ને ચાલવાનું છોડ તું ….
જો નક્કી જ છે ફરી આ રસ્તે નહિ આવવાનું ..
તો મુસાફરો ની ચિંતા કરવાનું છોડ તું ……
અંધારી રાતો માં અથડાવાનું તે જ તો પસંદ કર્યું છે  …
તો ચાંદ ઉગવાનો ઇન્તેઝાર છોડ તું …
તમારી જિંદગી-અમારી જિંદગી ,અમારી જિંદગી-તમારી જિંદગી
તારી તું જીવ ને બીજાની ચિંતા છોડ તું  ….

— Ajay Upadhyay 21 Dec 2011 10:27

 

 

 

ચાંદની રાતે ……
લહેરાતા સમુંદરની ચમકીલી રેત પર
અનહદ મહેરામણ વચે
મારા ઉઘાડા પગ ના
અંગુઠા થી રેતી માં એક નામ લખતો ‘તો
નજર નાખી આકાશમાં
એક તારો તૂટી રહ્યો તો ..
જાણે મારા માટે જ તુટતો ‘તો …
મેં આસ-પાસ જોયું ..
સૌ મશગુલ …મને એક ને’જ ખબર..
ઘડીભર લલચાયો…
( તુટતા તારાનું મહત્વ તે’જ તો સમજાવેલું )
તારો કેમ ધીમી ગતિએ તુટતો’તો…?
લાગ્યું મારા કૈક બોલવાની રાહ જોય રહ્યો છે….
બોલવાની કે માંગવાની ??
લાગ્યું એ થોભી ગયો છે…તુટતા તુટતા..
અરે હા એમાય કોઈક ની બે આંખો દેખાણી મને…
કોણ હશે ?…કોઈ જાણીતું ?…
ચોક્કસ ….તો જ મને એક ને દેખાય ને ?….
એ આંખો હજુ ત્યાં જ હતી..સ્થિર…
મારા બોલવા ની રાહ જોતી..કે પછી મારા માંગવાની …
કૈક અંદરથી ધુન્ધ્વાયું …અકળાયું…અફળાયું…ઊંચકાયું …
દરિયા ની ઠડી હવા ને છેક સુધી ભરી ને મારાથી ચીસ પડી ગઈ..
તૂટી જા …..ફૂટી જા….મારે કઈ નથી માંગવું જા………
કેવો બદનસીબ તારો નૈ ????
બિચારો સજલ આંખોએ ચુપચાપ તૂટી ગયો ..
ને …હું પાછો માંડ્યો અંગુઠાથી એક નામ લખવા ..ચમકીલી રેત પર…

- Ajay 15th December 2011 12:30PM

તમને ચાહવાનો ડોળ હોત  તો અહી ના હોત
અને મધદરિયે ડોલતી આમ મારી નૈયા ના હોત
ગગન ની સામે કરી હતી  આંગળી ઉંચી
પહોચી નહિ ત્યાં સુધી, નહીતર ઉપર ગોવર્ધન ના હોત ?
લે બોલો તમે દંભને ઓળખતાય શીખી ગયા
અમે શીખ્યા  હોત તો કા દંભ ના હોત ને કા  તમે …
સપનાઓની રેતીમાં પગલાની છાપ છોડી હતી …
વન્તોલીયો   ના લાવ્યા હોત તો છાપ ના હોત ?

મળ્યા હોય ઘણુયે છતાયે, તમારી -
ફરી ફરી મળવાની તમારી આદત એમ જ છે !


પ્રેમની પરીભાશા પુરેપુરી સમજી છતાંયે -
મુસીબત અમારી એમ ને એમ જ છે,


તમે છોડીને ગયા હતા જ્યારે….આમ જુઓ,
ત્યારની થીજેલી રાત હજુ એમ ને એમ જ છે,


અમારી આદતોનું તો શું પુછશો ?
નફરતવાળી તમારી આદત એમ ને એમ જ છે


વિચાર્યુ હશે તમે કે કદાચ સુધર્યા હશુ,
પણ જુઓ છો ને …હાલત અમારી એમ ને એમ જ છે!!!!!!!

એ વીતેલાં વર્ષો ને એ વીતેલી ઋતુઓ,
એ યાદોનાં ખંડેર તાજમહેલો – મૂકો એક્બાજુ,
સુરજનો તાપ ને ચંદ્રની ચાંદનીઓ,
એ આથમતી સંધ્યાના રંગ – મૂકો એક્બાજુ,
એ મધમીઠાં વચનો, એ હજારો એકરારો,
એ મધલાળની નદિઓ – મૂકો એક્બાજુ,
એ બદલતી દુનીયાનાં બદલાતા રંગો,
એ છેતરામણુ મેઘધનુ – મૂકો એક્બાજુ,

એ કલકલતી નદીઓ, એ બદલાતાં વહેણો,
એ પથ્થરદીલ પવનો – મૂકો એક્બાજુ,
એ સુગંધી પુશ્પો અને સપનાંઓની દુનીયાં,
આ પાનખરનાં પ્રદેશો – મૂકો એક્બાજુ,
વચનો – આશાઓ – નિસાસા એક્બીજાનાં,
એ ફરીયાદોનાં ટોપલાંઓ – મૂકો એક્બાજુ,

અટપટાં રસ્તાઓ પર હાથ ઝાલીને,
તમને પાર પહોંચાડ્યાનું યાદ રહેશે…?


બેરંગી તમારા ગુલ-ગુલશનમાં,
કોઇએ દીધુ’તું એક ફુલ યાદ રહેશે…?


વફાદારોની વફા તો ભુલી જ જવાના,
ખાવ કસમ, એ ચહેરો યાદ રહેશે…?


દોડતાં ગયા’તા જે મખમલી રસ્તે,
કચડાતા ચીત્કારો યાદ રહેશે…?


યાદ કરો ઊંડા વમળમાં કેવાં ફસાયેલાં,
લંબાવ્યો તો જે હાથ તે યાદ રહેશે…?


ભલે કરો નૈત્રમૈત્રી મન પડે ત્યાં,
બંધ આંખોમા ઉછળતો પ્યાર યાદ રહેશે…?

આવને રખડી લઇએ થોડું આ કેડી પર,
પછી આ કેડી-આ સમય મળે ના મળે…?
સાથે જ છો તો બતાવી દે છેક સુધીનો રસ્તો,
કદાચ અધવચ્ચેથી સાથ તારો મળે ના મળે…?
તમારી યાદોની લાઇફબોટ લેવા દો સાથે,
તમે ડુબાડો ને પછી કીનારો મળે ના મળે…?
અત્યારેજ વહેંચી લઇએ સુખ અડધું અડધું,
પછી અમારા ભાગનુંયે કદાચ મળે ના મળે…?

લે ખોલી નાખી મારી જીવન-કીતાબ, વાંચી લે,
તને એમાં તારા વચનો કદાચ મળે ના મળે…?
લ્યો ફરી દુર્-દુર તારો આશીયાનો દેખાણો,
શંકા છે ‘અજાણ્યા’ ને આશરો મળે ના મળે…?

પ્યારે…..

બોર્ડ પર લખાતા-ભુંસાતા અક્શરોની જેમ,
ભુલી જા એ વાત જે વીતી ગઈ પ્યારે….


પાનખર ગઈ તારા દુખી દીવસો સાથે,
તોરણ લટકાવ દ્વારે વસંત આવી પ્યારે….


નયનોથી ધોધમાર જે વરસાવ્યો તો તે,
ભુલી જા એ આંસુઓનો વરસાડદ પ્યારે…


અચાનક અંધકારની તું પરવા ના કર,
દિવડાં પ્રગટાવ ને કર ઉજાસ પ્યારે….


ભુલી જા એ આંખોને જેમાં તે ચંદ્ર ડુબાડ્યો તો,
થોડી રાહ જો ને સુરજનો ઇંતેજાર કર પ્યારે…..

કેસરીયા સાફાની હાર્યે….
આખુય ફળીયુ ચાલી નીકળ્યુ,
ગોરે મંત્ર ભણ્યા,
ગાડાની નીચે શ્રીફળ મુક્યુ,
બળદના ડચકારા ને શ્રીફળના અવાજૉ વચ્ચે,
વેલમાંથી નીતરતી આંખોને,
આખા ફળીયાએ આવજો કર્યુ…

જાન વળાવીને ઘરમાં પગ મુકતા જ

માં ની આંખોમા તો આંસુનો ધોધ ઘુઘવાટા કરતો વહેતો તો,…
માં ની નજર ઓરડામાં અટવાણી…
બધુયે એમ ને એમ જ હતું….
એ ઘોડિયું..જેમાં બાળપણ હીંચકાવેલુ,
એ દફતર..જેમાં બચપણ મઠારેલુ,
એ ચણીયા-ચોળી.. જેમાં જુવાની ઉછેરેલી,
એ ભરત-ગુંથણ..એ કપડાં… ચાંદલા…
એ બંગડીઓ…બધુયે એમ ને એમ જ હતું…

ફરતી ફરતી..નજર પડી…દિવાલ પર…
ને ડુસ્કાએ પાળ છોડી દીધી….
દીવાલ પરનાં ફોટામાંથી.. દિકરી હસતી હતી…
માંએ આકાશ ફાટી પડે એવી ચીસ પાડી….
એના કલેજામાં એક જ સવાલ હતો..
” બસ હવે તો આમ જ જોવાની તને…..?

Follow

Get every new post delivered to your Inbox.

Join 182 other followers